તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
રમતનું મેદાન એ કોઈ મંદિરથી કમ નથી, જ્યાં વિદ્યાર્થીઓ ખંત, ટીમવર્ક અને આદર શીખે છે : શાસ્ત્રી માધવપ્રિયદાસજી
એસજીવીપી અને ઇન્ડીયા ઓન ટ્રેક દ્વારા સાથે મળીને સ્કુલ બેઝડ સ્પોર્ટસ ઇકો સીસ્ટમ વિકસાવવા સંકલ્પના તૈયાર

અમદાવાદ : એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ભારતની અગ્રણી સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ સંસ્થા ‘ઇન્ડિયા ઓન ટ્રેક સ્પોર્ટ્સ એસ્પિરેશન્સ જે લા લીગા, પ્રીમિયર લીગ, એનબીએ, એમએલબી અને રોલેન્ડ-ગેરોસ જેવી વૈશ્વિક સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ સાથે ભાગીદારી ધરાવે છે એ એસજીવીપીની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા તથા એથ્લેટ વિકાસ અને શ્રેષ્ઠતા માટેના રસ્તાઓ ઊભા કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી ‘સૂર્ય સ્પોર્ટ્સ એકેડેમી'ના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શરૂઆતના તબક્કામાં ફૂટબોલ અને ક્રિકેટ પર ધ્યાન આપવામાં આવશે, અને ત્યારબાદ અન્ય રમતોમાં પણ તેનો વિસ્તાર કરવાની યોજના છે.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે એક વ્યાપક રમતગમતનું વાતાવરણ ઊભું કરવા માટે સ્ટ્રક્ચર્ડ કોચિંગ, એથ્લેટ પ્રોફાઇલિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ટેકનોલોજી-આધારિત પરફોર્મન્સ મોનિટરિંગ, સ્પર્ધાત્મક તકો અને ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (ઙ્કતિભાની ઓળખ) એકસાથે લાવશે.
એથ્લેટ્સનું વ્યવસ્થિત પ્રોફાઇલિંગ કરવામાં આવશે અને ટેકનિકલ, ટેક્ટિકલ, શારીરિક તથા વર્તણૂક સંબંધિત માપદંડો પર તેમનું નિરીક્ષણ કરવામાં આવશે, જેને સમયાંતરે મૂલ્યાંકન અને વ્યક્તિગત વિકાસ યોજનાઓનો સહારો મળશે, જે એથ્લેટ વિકાસ માટેનો ૩૬૦-ડિગ્રી અભિગમ બનાવે છે.
આ ભાગીદારી નજીકના ભવિષ્યમાં ‘રાષ્ટ્રીય પ્રતિભા ઓળખ અને શિષ્યવળત્તિ પથ (નેશનલ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ સ્કોલરશીપ પાથવે)ની રચનાની કલ્પના કરે છે, જે સમગ્ર ભારતના પ્રતિભાશાળી યુવા એથ્લેટ્સને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે રમતગમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની તક પૂરી પાડશે.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પ્રમુખ, એસજીવીપી અમદાવાદ, એ જણાવ્યું હતું કે, ‘રમતગમત એ માત્ર સ્પર્ધા અને સિદ્ધિ વિશેષ નથી, તે ચરિત્ર, ડીસીપ્લીન અને જીવનભરના મૂલ્યો વિકસાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે. એસજીવીપીમાં અમારું માનવું છે કે રમતનું મેદાન એ કોઈ મંદિરથી કમ નથી, જ્યાં વિદ્યાર્થીઓ ખંત, ટીમવર્ક, નમ્રતા અને આદર શીખે છે. ઇન્ડિયા ઓન ટ્રેક સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે આપણા સ્પોર્ટ્સ કર્રિકુલમને મજબૂત કરીને અને એથ્લેટ વિકાસમાં ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સમાવેશ કરીને આ તત્વજ્ઞાનને આગળ લઈ જવા ઈચ્છીએ છીએ'.
ડો. રવિન્દ્ર ત્રિવેદી, એક્ઝિકયુટિવ ડિરેક્ટર, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એસજીવીપી અમદાવાદે જણાવ્યું હતું કે, ‘સ્પોર્ટ એ હંમેશાં એસજીવીપીમાં સર્વાંગી શિક્ષણનો એક અભિન્ન ભાગ રહ્યો છે. ઇન્ડિયા ઓન ટ્રેક સાથેની આપ ભાગીદારી વિદ્યાર્થીઓ માટે વધુ સારી સંરચના, કુશળતા અને તકો લાવીને આપણા સ્પોર્ટ્સ પ્રોગ્રામને આગલા સ્તર પર લઈ જવામાં સક્ષમ બનાવશે. ગૌરવ મોડવેલ, ચેરમેન, ઇન્ડિયા ઓન ટ્રેક એ જણાવ્યું હતું કે, ‘એસજીવીપી જેવી કદ અને વિઝન ધરાવતી સંસ્થા સાથે ભાગીદારી કરવી એ અમારા માટે સૌભાગ્યની વાત છે. અમારો ઉદ્દેશ્ય એક એવી સ્ટ્રક્ચર્ડ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે માત્ર કોચિંગથી આગળ વધીને કામ કરે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
