<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ડ્રગ્‍સમાં ફસાયેલ વ્‍યક્‍તિ વિલન નહિ, વિકટીમ છે, તેને દુર કરવાને બદલે ચૂંગાલમાંથી બહાર કાઢોઃ નરસિંહમાં કોમાર

ડ્રગ્‍સ સામે જાગળતિ, સંકલ્‍પ વોકથોન યોજનાર વડોદરા પોલિસ કમિશનર અકિલા સાથેની વાતચીતમાં સમાજને એક અનોખો મેસેજ આપે છે

રાજકોટ તા.૩: ડ્રગ્‍સના નશામાં ફસાયેલ વ્‍યક્‍તિ વિલન નથી, તે વિક્‍ટિમ છે, એવું સમજી તેનો બહિષ્‍કાર કરવાને બદલે તેને ડ્રગ્‍સની ચુંગાલમાંથી બહાર કાઢવો એ પાયાની જરૂરિયાત છે, તેમ ડ્રગ્‍સ સામે સતત ઝુંબેશ ચલાવવા માટે જાણીતા, CBI બેકગ્રાઉન્‍ડ સાથે સ્‍વચ્‍છ છબી ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્‍યું હતું.

‘‘નશામુક્‍ત વડોદરા - સ્‍વસ્‍થ સમાજ''ના સંદેશ સાથે વડોદરા શહેર પોલીસ કમિ‘રની અધ્‍યક્ષતામાં શહેર કક્ષાએ Walkathon નું આયોજન કરવામાં આવ્‍યું હતું. તાજેતરમાં મહાત્‍મા ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા ‘‘નશા મુક્‍ત વડોદરા'' અભિયાન અંતર્ગત નશા મુક્‍તિ તથા ડ્રગ્‍સ અવેરનેસ સારૂ વોકેથોન કાર્યક્રમનું આયોજન પોલીસ કમિ‘ર નરસિમ્‍હા કોમારના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું.

જે કાર્યક્રમનો હેતુ પોલીસ અધિકારી/કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્‍થાના વિદ્યાર્થીઓ, એનજીઓ, વિવિધ સરકારી/અર્ધ સરકારી સંસ્‍થાના ઙ્કતિનિધિઓ તથા શહેરી જનોની ભાગીદારીથી યુવાનો તેમજ સમાજના તમામ વર્ગોમાં નશામુક્‍તિ તથા ડ્રગ્‍સ અવેરનેસ થકી નશાના દૂષણથી દૂર રહેવા અંગે જનજાગળતિ લાવવાનો છે. તેમજ ડ્રગ્‍સના ગેરકાયદેસર ઉપયોગ અને તેનાથી થતા સામાજિક તથા આરોગ્‍યલક્ષી નુકસાન અંગે જનજાગળતિ ફેલાવતા બેનર, પોસ્‍ટર્સ, હેન્‍ડબિલ તથા સૂત્રોનો વ્‍યાપક પ્રચાર-પ્રસાર કરી, વોકેથોન દરમિયાન કમાટીબાગ ખાતે હાજર ર્મોનિંગ વોકર્સ સાથે સંવાદ કરવામાં આવ્‍યો હતો.

ત્‍યારબાદ કાર્યક્રમ સ્‍થળ એમ્‍ફી થિયેટર ખાતે પહોંચી પોલીસ કમિ‘ર દ્વારા મહાત્‍મા ગાંધીજીને પુષ્‍પાંજલિ અર્પણ કરી અને નાગરિકો Drugs થી દૂર રહી અન્‍ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરવા અને ડ્રગ્‍સના દૂષણમાં સપડાયેલ વ્‍યક્‍તિ સાથે સંવાદ કરી તેને રીહેબ સેન્‍ટરની મદદથી Rehabilitated કરી સમાજમાં પુનઃસ્‍થાપન કરવા, અને નશામુક્‍ત સમાજના નિર્માણમાં Responsible Citizen તરીકે પોતાની સામાજિક જવાબદારી નિભાવી, ખાસ કરીને યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રાખવા માટે Family, School, Community અને Police સાથે મળી એક સહિયારો પ્રયાસ કરે તેવો સંદેશ આપવામાં આવ્‍યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત પોલીસ અધિકારી/કર્મચારીઓ, વિવિધ સંસ્‍થાના પ્રતિનિધિઓ, NGO, સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો દ્વારા Say No to Drugs, Stay Away From Drugs ના સૂત્રોને સાર્થક કરતા, સમાજને નશામુક્‍ત બનાવવાના સંકલ્‍પ લેવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમમાં જોઈન્‍ટ પોલીસ કમિશનર નિલેશ જાજડીયા, એડી.સીપી ડો.સુધીર દેસાઈ, ડીસીપી ક્રાઈમ હિમાંશુ વર્મા, ડીસીપી જગદીશ ચાવડા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક મેનેજમેન્‍ટ ડીસીપી ઋષિકેશ ઉપાધ્‍યાય દ્વારા કરવામાં આવ્‍યું હતું

(10:21 AM IST)