<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

તિલકવાડાના ઝાઝપુરા ગામે ખેતરના ટોટા કાપી નાખ્યા હોવાની શંકા રાખી આધેડ મહિલા સાથે અશ્લીલ ચેનચાળા કરતા ફરિયાદ

મહિલાના ઘરમાં ગૃહઅપ પ્રવેશ કરી પેઢાના ભાગે લાત મારી અશ્લીલ ચેનચાળા કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામે ખેતરના ટોટા કાપી નાખ્યા હોવાની શંકા રાખી આધેડ મહિલા સાથે અશ્લીલ ચેનચાળા કરતા છ

સામે ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગજરાબેન ચંદુભાઈ બબાભાઈ બારીયા (ઉંમર આશરે ૫૫ વર્ષ)( રહે. ઝાઝપુરા  તા. તિલકવાડા જિલ્લો: નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ (૧) ઇશ્વરભાઈ ગોવિંદભાઈ બારીયા (૨) રમણભાઈ ગોવિંદભાઈ બારીયા (૩) સચિનભાઈ ઈશ્વરભાઈ બારીયા (૪) પ્રવિણભાઈ રમણભાઈ બારીયા (૫) કાશીબેન રમણભાઈ બારીયા (૬) વિધ્યાબેન ઇશ્વરભાઈ બારીયા (તમામ રહે.ઝાઝપુરા તા.તિલકવાડા જી. નર્મદા) ના ખેતરના ટોટા થોડા દિવસ પર કાપી નાખેલા હોય જેની શંકા ફરીયાદી પર રાખી આરોપી નંબર-૩ નાઓ છેલ્લા ત્રણેક દિવસથી ગાળો બોલતા આવેલા હોય બનાવના દિવસે આરોપી નંબર-૬ નાઓ ફરીયાદીના ઘરના આગણામાં આવી ગાળો બોલતા હોય આ સમયે ફરીયાદી ઘરમાં કામ કરતા હતા તેઓએ ગાળો બોલવાની ના પાડતા, સહ આરોપીઓ નંબર-૧ થી ૫ નાઓને બોલાવતા આરોપીઓ એકસંપ કરી ગેર કાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ફરીયાદીના ઘરમાં ગૃહઅપ પ્રવેશ કરી આરોપી નંબર-૨ નાએ બ્લાઉઝ પકડી લઇ આરોપી નંબર-૧ નાએ માથાના વાળા પકડી આરોપી નંબર-૬ નાઓ ફરીયાદીના બંન્ને હાથ પડકી રાખી ઘરમાથી બહાર આગણામા લઇ આવી આરોપી નંબર-૨ નાએ પેઢાના ભાગે લાત મારી આરોપી નંબર-૧ નાએ જમણા હાથની ત્રીજી આંગળી મચકોડી નાખી ઇજા કરી આરોપી નંબર-૪ નાઓ અશ્લિલ ચેનચાળા કરી સહ આરોપીઓએ ગડદાપાટુનો માર-મારી જાનથી મારી નાખવાની ગુન્હાહીત ઘમકી આપી ત્યારે અન્ય લોકો મહિલાને બચાવવા માટે દોડી આવતા તમામ આરોપીઓ હવે તું કેવી રીતે ખેતરમાં કામે જાય છે તે તું જો હવે તને બતાવીએ છીએ તેવી ગુન્હાહીત ધમકીઓ આપી કરતા તિલકવાડા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:14 PM IST)