<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દેડિયાપાડા તાલુકાના પોમલાપાડા ગામના આધેડ વ્યક્તિએ એકલવાયા જીવનથી કંટાળી ફાંસો ખાધો

એકલવાયા જીવનથી કંટાળીને રૂમાલ વડે વાંસના ઝાડ સાથે ફાંસો ખાઇ જતા મોત થતા દેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ચુનિલાલભાઇ ભાવલાભાઇ વસાવા (ઉ.વ.આ.૪૫) ધંધો-મજુરી (રહેવાસી-પોમલાપાડા, નવીવસાહત તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા મરનાર ભાવલાભાઇ ભીખાભાઇ વસાવા( ઉ.વ. આ.૬૮)( રહે.પોમલાપાડા નવીવસાહત તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ ગઇ તા.૧૩/૦૭/૨૦૨૬ ના બપોરના સમયે તા.૨૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આંઠ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઇપણ સમયે મોજે પોમલાપાડા ગામની સીમમાં આવેલ કનુભાઇ સોમાભાઇ વસાવા નાઓના ખેતરે ગયેલ હતા અને ખેતરની બાજુમાં આવેલ પોમલાપાડા વન કવચમા એકલવાયા જીવનથી કંટાળીને રૂમાલ વડે વાંસના ઝાડ સાથે ફાંસો ખાઇ જતા મોત થતા દેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:12 PM IST)