<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

માંડણ ગામના આધેડનું અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થતા મૃતદેહને રાજપીપળા લાવવામાં આવ્યો

પરિવારને મોત બાબતે શંકા હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણવા રાજપીપળા જૂની સિવિલમાં પીએમ રૂમમાં મુકાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામના આધેડનું શંકાસ્પદ મોત થતા પરિવારજનોએ મૃતદેહને રાજપીપળા લાવ્યા છે.
    મળતી માહિતી અનુસાર વાસુદેવભાઇ ભંગાભાઇ વસાવા (રહે,માંડણ )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પિતા મરનાર ભંગાભાઇ મુળજીભાઇ વસાવા (ઉ.વ.૬૬ )(રહે. રહે-માંડણ તા-નાંદોદ જી-નર્મદા ) નું અસારવા કેન્સર હોસ્પીટલ અમદાવાદ ખાતે તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ સારવાર દરમ્યાન મોત થયું હોય જેઓના મોત બાબતે શંકા હોય જેથી મરનારના મૃતદેહને પરિવારજનો રાજપીપલા જુની સીવીલ હોસ્પીટલમા મોતનું ચોક્કસ કારણ જાણવા સારૂ લાવતા મૃતદેહ ને રાજપીપળા જૂની સિવિલના પી.એમ રૂમમાં મુકવામાં આવ્યો છે. પીએમ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

(12:23 AM IST)