<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ડાંગના ધવલીદોડ ગામે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખાટલા બેઠક

તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી

ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત ચાલુ વર્ષે ₹35 હજાર કરોડનું માતબર બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

(1:11 AM IST)