News of Thursday, 12th November 2026
કેવડિયા કોલોની ખાતે મેધા પાટકરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક પ્રશ્નો અંગે ગંભીર ચર્ચા
સ્થાનિક રોજગારીનો પ્રશ્ન: સ્થાનિક લોકોને મળવી જોઈએ તેવી રોજગારીની તકો છીનવાઈ રહી હોવાના મુદ્દે ગંભીર ચિંતા: લેન્ડ યુઝરોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અને તેમના હકો અંગે ચર્ચા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: કેવડિયા કોલોની ખાતે મેધા પાટકરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આદિવાસી સમાજ અને સ્થાનિક લોકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત અને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
1. સ્થાનિક રોજગારીનો પ્રશ્ન: સ્થાનિક લોકોને મળવી જોઈએ તેવી રોજગારીની તકો છીનવાઈ રહી હોવાના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
2. લેન્ડ યુઝરોના પ્રશ્નો: લેન્ડ યુઝરોના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અને તેમના હકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
3. કોરિડોરનો મુદ્દો: કોરિડોર સંબંધિત પ્રશ્નો અને સ્થાનિક લોકો પર તેની અસરો અંગે ચર્ચા થઈ હતી.
4. હાઇડ્રો પ્રોજેક્ટ: કવાંટ તાલુકાના હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને સ્થાનિક લોકોની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
5. જંગલ જમીન અને સનદનો પ્રશ્ન: જંગલ જમીન સંબંધિત સનદો અને તેના કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
6. રોજગારીમાં શોષણ અને અધિકારીઓની મનમાની: રોજગારીના મુદ્દે સ્થાનિક લેન્ડ યુઝરોના અને લોકો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક અધિકારીઓ પોતાની મનમાનીથી sou સતામંડળ માં પોતાની મનમાની થી શાસન ચલાવતા હોય તેવી પરિસ્થિતિ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. sou ના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાના તેમજ રિયાઝ સર્વયા દ્વારા એજન્સી ઓ દ્વારા કરવામાં આવતી માનમાની સામે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. અને નર્મદા અસરગસ્તો અને સ્થાનિક લોકો ખૂબ પરેસાન કરવામાં અરજી નો કોઈ નિકાલ કરવા માં આવતો નથી.
આંદોલનની ચીમકી
બેઠકમાં સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી હતી કે જો સંબંધિત અધિકારીઓ દ્વારા મનમાની કરવામાં આવશે અને સ્થાનિક લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો કેવડિયા વિસ્તારમાં ઉગ્ર જનઆંદોલન શરૂ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સ્થાનિક લોકોના હકો, રોજગારી, જમીન અને આદિવાસી સમાજના ન્યાય માટે હવે સંગઠિત અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
