તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
કાપોદ્રાના કારખાનામાં જોરદાર શોર્ટસર્કિટથી જમીનની લાદીઓ ઉખડી ગઈ
અત્યંત ગંભીર અને કાળજું ધ્રુજાવી દેનારી દુર્ઘટના સામે આવીઃઆ જીવલેણ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા બે નિર્દોષ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જવાની સાથે કરંટની ચપેટમાં આવી ગયા છે

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને કાળજું ધ્રુજાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. કાપોદ્રામાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં અચાનક ભયાનક શોર્ટસર્કિટ થતાં હાઈવોલ્ટેજ વીજ કરંટ ફેલાઈ ગયો હતો. આ કરંટ એટલો પ્રચંડ અને જોરદાર હતો કે કારખાનાની જમીન પર જડેલી લાદીઓ પણ મોટો ધડાકો થઈને ઉખડી ગઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા બે નિર્દોષ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જવાની સાથે કરંટની ચપેટમાં આવી ગયા છે.
મળતી વિગતો અનુસાર, મહાત્મા ઇન્ડસ્ટ્રીયલના કારખાનામાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક વીજ લાઈનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા શોર્ટસર્કિટ થયું હતું. પળવારમાં જ આખા ખાતામાં હાઈવોલ્ટેજ વીજ પ્રવાહ ઉતરી આવ્યો હતો. મશીનરીની સાથે-સાથે જમીન પર પણ કરંટ એટલો જોરદાર હતો કે જમીન ફાટી હોય તેમ લાદીઓ પણ ઉખડીને હવામાં ફંગોળાઈ ગઈ હતી.
આ ભયાનક દ્રશ્ય વચ્ચે ત્યાં ફરજ બજાવતા બે શ્રમિકોને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના અન્ય કારખાનાના લોકો અને સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા અને મેઈન સ્વીચ બંધ કરીને બંને કર્મચારીઓને બચાવવાની કામગીરી કરી હતી. બંને ભોગ બનનાર શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ, ફેક્ટરીમાં પ્રચંડ કરંટ અને ધડાકાની જાણ થતાં જ ડ્ઢય્ફઝ્ર ની ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વીજ કંપનીના અધિકારીઓએ વિસ્તારનો પાવર સપ્લાય કાપીને તપાસ શરૃ કરી છે. આટલો હાઈવોલ્ટેજ કરંટ જમીન સુધી કેવી રીતે પહોંચ્યો અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી છે કે કેમ, તે દિશામાં વીજ કંપની અને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
