તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 16th May 2026
અમદાવાદની ભાગોળે સાતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી
'હાઇટેક ઈલાસ્ટોમર્સ' નામની ખાનગી કંપનીમાં લાગેલી આગે કંપનીના કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા

અમદાવાદ : અમદાવાદની ભાગોળે સાંતેજ-વડસર માર્ગ પર આવેલી 'હાઇટેક ઈલાસ્ટોમર્સ' નામની ખાનગી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. કંપનીમાં રહેલા કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થની હાજરીના કારણે આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી પ્રચંડ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગની કુલ 5 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા વહેલી સવારથી જ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં પણ ફાયર બ્રિગેડ આગને ફેલાતી અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે.
આ ભીષણ આગ શોર્ટ સર્કિટ, અન્ય કોઈ ટેકનિકલ ખામી કે કયા કારણોસર લાગી તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા. આગમાં કોઈ ફસાયું છે કે નહીં, તે અંગે હાલમાં વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
