તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વડોદરાના ગોલ્ડન ચોકડી પાછળ કોટાલી ગામમાં ફરાસખાનામાં ભીષણ આગ ભભૂકી : 7 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા
ભયાનક આગના કારણે ફરાસખાનામાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતાં મોટા નુકસાનની આશંકા

વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાછળ આવેલા કોટાલી ગામમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક બે માળના ફરાસખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાંચથી સાત ફાયર ફાઇટરોને યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાના સઘન પ્રયાસો ચાલુ છે. આ ભયાનક આગના કારણે ફરાસખાનામાં રાખેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતાં મોટા નુકસાનની આશંકા છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
