<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઘરેલુ કંકાસના કારણે એક પરિણીતાએ જિંદગી ટૂંકાવી

ઘરકામ મુદ્દે રોજ-રોજ મેણાં મારતી જેઠાણીના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિતાનો આક્ષેપ

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઘરેલુ કંકાસના કારણે એક પરિણીતાએ જિંદગી ટૂંકાવી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. સરખેજમાં રહેતી પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મૃતકના પિતાએ સાસરીયા પક્ષ, ખાસ કરીને જેઠાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઘરમાં નાની-નાની બાબતો અને ઘરકામ મુદ્દે જેઠાણી દ્વારા પરિણીતા સાથે વારંવાર ઝઘડો કરવામાં આવતો હતો અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી, જેનાથી કંટાળીને દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. પરિણીતાના પિતાની સત્તાવાર ફરિયાદના આધારે સરખેજ પોલીસે જેઠાણી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (મરવા માટે મજબૂર કરવા) અંગેનો ગુનો નોંધી લીધો છે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આપઘાત પાછળના અન્ય સાહિત્યિક પુરાવા એકત્ર કરવા વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 AM IST)