તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 10th May 2026
અમદાવાદમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પ્રેમલગ્ન કરનારી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું.
મૃત્યુ બાદ પિતાએ દીકરીનો ફોન ચેક કરતા મામલો સામે આવ્યો: વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખા ઠાકોર સામે ફરિયાદ:પોલીસે ઘરેલું હિંસા અને આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો.

અમદાવાદમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પ્રેમલગ્ન કરનારી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હતું વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટ ખાતે બનાવ બન્યો હતો પ્રેમ લગ્ન કરનાર યુવતીને લગ્નના બે મહિના બાદથી ત્રાસ અપાતો હતો . પતિ અને સાસુ નાની નાની વાતોમાં હેરાન કરતા હતા યુવતીએ વેચેલી ગાડીના રૂપિયા પણ પતિ માંગતો હતો આખરે કંટાળીને ઉર્વી નામની યુવતીએ પિયરમાં આવી 24 એપ્રિલે ગળેફાંસો ખાદ્યો હતો મૃત્યુ બાદ પિતાએ દીકરીનો ફોન ચેક કરતા મામલો સામે આવ્યો હતો વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ શ્રેયાંક ઠાકોર અને સાસુ રેખા ઠાકોર સામે ફરિયાદ નોંધી છે પોલીસે ઘરેલું હિંસા અને આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે .
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
