News of Monday, 7th September 2026
હાલોલના વરસડામાં માતા પિતાની સંમતિ વિના ભાગીને લગ્ન કરનારનો ગામમાં પ્રવેશ બંધી
ગામના ઉપસ્થિત સર્વ સમાજબંધુઓએ ભાગેડુ લગ્ન કરતાં છોકરા છોકરીઓ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ સામાજિક હિતમાં લીધો નિર્ણય.

પંચમહાલના હાલોલના વરસડાના ગ્રામજનોએ કર્યો સામાજિક મર્યાદા જાળવવા મહત્વપૂર્ણ નિર્ણય લઈ ઠરાવ કર્યો છે.. વરસડા ગામના કોઈપણ સમાજ કે માતા પિતાની સંમતિ વિના છોકરો કે છોકરી ભાગીને લગ્ન કરશે તો તેને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહી. આઠ વર્ષ અગાઉ ગામમાં બનેલી એક ઘટનાને લઈ ગામના સર્વ સમાજના સ્થાનિકોએ બેઠક યોજી હતી જેમાં ગામના ઉપસ્થિત સર્વ સમાજબંધુઓએ ભાગેડુ લગ્ન કરતાં છોકરા છોકરીઓ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ સામાજિક હિતમાં નિર્ણય લેવાયો હતો ભાગીને લગ્ન કરનાર છોકરા કે છોકરી ને ગામમાં રહેવા દેવા કે અવરજવર કરવા દેવામાં આવશે નહી. ગ્રામ પંચાયતના લેટરપેડ પર નિર્ણય અંગે ઠરાવ કરવામાં આવ્યો હવે જેની જાણ પોલીસ મથકે અને પ્રાંત અધિકારી સહિત ને કરવામાં આવશે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
