<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સની ઝડપી લેવાયો

આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી અસલી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી અસલી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો હતો અને તેમને અપશબ્દો બોલતો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આરોપી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફરની ધમકીઓ પણ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભો કરવાના આરોપસર પોલીસે પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા જ્હોન ડેનિયલની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

(11:59 AM IST)