તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
નર્મદા જીલ્લામાં બે દિવસમાં એક મહિલા અને એક પુરુષે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
દેડિયાપાડાના સરીબાર ગામે મહિલાએ ફાંસો ખાધો જ્યારે હાલમાં તિલકવાડા તાલુકામાં પુરુષે ફાંસો ખાધો

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં બે દિવસ માં એક મહિલા અને એક પુરુષે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો જેમાં દેડિયાપાડાના સરીબાર ગામે મહિલાએ ફાંસો ખાધો જ્યારે હાલમાં તિલકવાડા તાલુકામાં પુરુષે ફાંસો ખાધો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર પ્રિતેશભાઈ બાલુભાઈ વસાવા( ઉ.વ.૨૮ )(રહે. વડીયા ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ એ કોઈ અગમ્ય કારણસર તેમના ઘરે તા.૧૭/૦૪/૨૦૨૬ ના રોજ ઓઢણી વડે પોતાની જાતે ફાસો ખાઈ લેતા તા.૨૭/૦૪/૨૦૨૬ ના રોજ ક.૦૪/૩૦ વાગે સારવાર દરમ્યાન એસએસજી હોસ્પિટલ ખાતે તેમનું મોત નિપજતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
