<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસનું મોટું કોમ્બિંગ ઓપરેશન :દરોડા પાડીને ૧૨ શંકાસ્પદ શખ્શોને રાઉન્ડઅપ કર્યા

બાપોદ પોલીસે એકતાનગર અને દત્તનગરમાં ઉચ્ચ કાફલા સાથે દરોડા પાડીને ૧૨ શંકાસ્પદ શખ્શોને રાઉન્ડઅપ કર્યા:નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનો જપ્ત કરાતા ગુનેગારોમાં ભારે ફફડાટ

વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા પોલીસ તંત્ર દ્વારા મધરાત્રે સપાટો બોલાવાયો છે. વડોદરા કમિશનરેટના સત્તાવાર અહેવાલ મુજબ, બાપોદ પોલીસ મથકની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુનેગારોની શંકાસ્પદ હિલચાલ પર લગામ કસવામાં આવી છે.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ અચાનક એક્શન મોડમાં આવતા સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને એક જબરદસ્ત આકસ્મિક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર  ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

આ ઓપરેશનનો મુખ્ય હેતુ આગામી તહેવારો અને શાંતિ સમિતિની બેઠકો પૂર્વે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ કમિશનરના આદેશથી તમામ સંવેદનશીલ પોકેટ્સ પર નજર રાખવા માટે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની મદદ પણ લેવામાં આવી હતી.

બાપોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો અચાનક એકતાનગર અને દત્તનગર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ત્રાટક્યો હતો પોલીસે આ બંને વિસ્તારોની તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બ્લોક કરીને દરેક ગલીઓમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું હતું.

આ સઘન ઓપરેશન દરમિયાન રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળો પર મોડી રાત્રે બિનજરૂરી આંટાફેરા મારતા અને શંકાસ્પદ હિલચાલ ધરાવતા ૧૨ જેટલા ઈસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે  પકડાયેલા તમામ ઈસમોની હાલમાં પોલીસ સ્ટેશન લાવીને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ ચાલુ છે.

પોલીસ ટીમે આ સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારના જાણીતા હિસ્ટ્રીશીટરો, લૂંટફાટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓના આશ્રયસ્થાનો પર સીધા દરોડા પાડ્યા હતા ગુનેગારો રાત્રિના સમયે ક્યાં આશરો લે છે અને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ શું છે તેની ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ટ્રાફિક અને રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે પણ કાર્યવાહી કરાઈ હતી. સર્ચ દરમિયાન નંબર પ્લેટ વગરના અથવા શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા મોટરસાઇકલ અને સ્કૂટર્સ જેવા વાહનોને પોલીસે ડિટેઈન કરીને જપ્ત કર્યા છે કાસ્પદ ૧૨ લોકોની પૂછપરછ ચાલુ છે. કોઈપણ ગુનેગારને આ વિસ્તારમાં આશરો લેવા દેવામાં આવશે નહીં અને આવા આકસ્મિક દરોડા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે."

(11:16 PM IST)