<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

અમદાવાદના સુભાષબ્રિજ મામલે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે મોટો વિવાદ જાગ્યો

₹231 કરોડથી વધુના પ્રોજેક્ટમાં વહીવટી તંત્રએ મેયર-સ્ટેન્ડિંગ કમિટીને અંધારામાં રાખી બ્રિજ તોડવાનો નિર્ણય કર્યો!

અમદાવાદના અતિ વ્યસ્ત એવા સુભાષબ્રિજને તોડી પાડવાના નિર્ણયને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે મોટો વિવાદ જાગ્યો છે. તંત્ર દ્વારા આશરે ₹231 કરોડથી વધુના ખર્ચે થનારી બ્રિજ તોડવાની આખી કામગીરી અને નિર્ણય અંગે મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદાધિકારીઓને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, આટલા મોટા નિર્ણયની એમને કોઈ સત્તાવાર જાણ જ નહોતી અને તેમને આ અંગે મીડિયાના માધ્યમથી ખબર પડી છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં ખુદ શહેરના પ્રથમ નાગરિક (મેયર) અને પદાધિકારીઓ જ અજાણ હોવાના કારણે વહીવટી તંત્રની મનમાની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

(8:10 PM IST)