News of Saturday, 31st October 2026
સુરતના ઉધના વિસ્તારમાં વિરાજપ રેસિડન્સીની નવી બાંધકામ સાઇટ પર અચાનક લિફ્ટ તૂટી:એક વ્યક્તિને ઇજા: વાહનને નુકશાન
ઘટનાને પગલે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો: બાંધકામ સાઇટ પર સુરક્ષાનાં પગલાં અંગે સવાલો ઉઠાવ્યા:લિફ્ટ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વિરાજપ રેસિડન્સીની નવી બાંધકામ સાઇટ પર અચાનક લિફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે. લિફ્ટ તૂટી પડતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે નજીકમાં પાર્ક કરેલા ટુ-વ્હીલરને પણ નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ, ઘટનાને પગલે કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને બાંધકામ સાઇટ પર સુરક્ષાનાં પગલાં અંગે સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી લિફ્ટ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
