તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 7th September 2026
અમદાવાદમાં પરિચિત પરણિતાને બદનામ કરવા ચલણીનોટ સાથે બિભત્સ લખાણ લખેલ ચીઠ્ઠી ફેકનારો યુવક ઝડપાયો
નરોડા, રામોલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ચિઠ્ઠીઓ ફેંકી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં 100 જેટલા CCTV કેમેરા ચેક કર્યા

અમદાવાદમાં માનસિક વિકૃત યુવકને પોલીસે પકડી પાડ્યો છે. ઓઢવમાં પરિચિત પરણિત મહિલાને બદનામ કરવા માટે પરિચિત યુવાન એક તરફી પ્રેમમાં પાગલ હતો. તેના કારણે યુવતીના ઘરમાં ઝઘડા થાય તેવા પ્રયત્નો કરતો હતો. યુવતીના ફોટા અને મોબાઈલ નંબર સાથે અભદ્ર લખાણવાળી ચિઠ્ઠીઓ રસ્તા પર ફેંકતો હતો. ચલણી નોટ સાથે ચિઠ્ઠીમાં મહિલાના ફોટા, મોબાઈલ નંબર અને અભદ્ર મેસેજ લખી રસ્તા પર ફેંકતો હતો. નરોડા, રામોલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ચિઠ્ઠીઓ ફેંકી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં 100 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા . CCTVમાં એક્ટિવા પરથી ચિઠ્ઠીઓ ફેંકતો શખ્સ દેખાયો હતો. પોલીસે રવિન્દ્ર પંચાલ નામના આરોપીની ધરપકડ કરી. યુવકના ઘરમાંથી પણ ચિઠ્ઠીઓ મળી આવી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
