તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
નવસારીના ચીખલીના રૂમાલા ગામમાં છેલ્લા બે દિવસથી આંટાફેરા કરી રહેલો દીપડો આખરે પાંજરે પુરાયો
-- ચીરપાડા ફળિયા આસપાસ શિકારની શોધમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો ઝડપાઈ ગયો

નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામમાં છેલ્લા બે દિવસથી આંટાફેરા કરી રહેલો દીપડો આખરે પાંજરે પુરાયો છે. ચીરપાડા ફળિયા આસપાસ શિકારની શોધમાં દીપડો ફરતો હોવાની જાણ થતાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા તેને જોવા માટે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં વન વિભાગે દીપડાનો કબજો લઈ તેને ચીખલી ખાતે ખસેડ્યો હતો. દીપડાની આરોગ્ય તપાસ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
