તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
તાપી જિલ્લાના રાનવેરી ગામે ઘરેથી કામ માટે નીકળેલા વ્યક્તિ પર દીપડાનો હુમલો:ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વન વિભાગ દ્વારા પાંજરા મુકાયા અને ટ્રેપ કેમેરાની મદદથી દીપડાની હલચલ પર સતત નજર :ગામલોકોને સાવચેત રહેવા અને ઘરની બહાર નીકળતી વખતે તકેદારી રાખવા અપીલ કરી

તાપી જિલ્લાના રાનવેરી ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ઘરેથી કામ માટે નીકળેલા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે, જ્યારે ટ્રેપ કેમેરાની મદદથી દીપડાની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા ગામલોકોને સાવચેત રહેવા અને ખાસ કરીને ઘરની બહાર નીકળતી વખતે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
