<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ગરૂડેશ્વરના વઘરાલી ગામની સીમમાં ભૂંડો ભગાડવા ગયેલા શખ્સ પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઇજા

જંગલી દિપડાએ અચાનક જ હુમલો કરતા ભોગ બનનારને ડાબી આખની ઉપરના ભાગે કપાળમાં તેમજ ડાબા કાનની ઉપરની સાઈડે ગંભીર ઇજા થઇ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામની સીમમાં એક શખ્સ પર દીપડો ત્રાટકતાં તેમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે મૂકવામાં આવ્યા છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર જાહેરાત આપનાર રઘુભાઈ હરાદભાઇ તડવી(રહે.વઘરાલી મેડીયા ફળીયું, તા.ગરૂડેશ્વર) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ ભોગ બનનાર બચુભાઈ રાયજીભાઈ તડવી ઉ.વ.આ.૪૦ રહે.વઘરાલી મેડીયા ફળીયું, તા.ગરૂડેશ્વર,જી.નર્મદા નાઓ ગઈ તા. ૦૧/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના મગના વાવેતર વાળા ખેતરે ભુડૉ ભગાડવા સારૂ ગયેલ હતા તે વખતે ભોગ બનનાર ઉપર જંગલી દિપડાએ અચાનક જ હુમલો કરતા ભોગ બનનારને ડાબી આખની ઉપરના ભાગે કપાળમાં તેમજ ડાબા કાનની ઉપરની સાઈડે માથાંના ભાગે તેમજ ડાબા ખભાના પાછળના ભાગે બરડામાં તેમજ કમરની ડાબી સાઈડે આ જંગલી દીપડાના નખો વાગવાના કારણે ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા. ગરૂડેશ્વર પોલીસે નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

(9:59 PM IST)