તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જતા મોટો ખાડો પડ્યો :300 મીટર રોડ બેસી જતા લોકો હેરાન
સુરતમાં હજું તો ચોમાસાની શરૂઆત થઈ ત્યાં જ પહેલા જ તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો

સુરતમાં હજું તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં જ પહેલા જ વરસાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જતા મસમોટું ખાડો પડ્યો છે. અંદાજિત 300 મીટર રોડ બેસી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. કલાકુંજ બ્રિજ નજીક રોડ બેસી જવાની ઘટના બની છે. તંત્રના પ્રિ-મોન્સૂન દાવાઓ પોકળ સાબિત થયા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
