News of Thursday, 14th May 2026
સાબરકાંઠાના પોશીનાના ઉંબોરા ગામે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર
મહેમાનોને અચાનક ઉલ્ટી અને અસહ્ય પેટમાં દુખાવાની ફરિયાદો:બીમાર પડનારા લોકોની સંખ્યા 100ને વટાવી ગ: કૃરતાફરીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ઉંબોરા ગામે લગ્ન પ્રસંગના આનંદ વચ્ચે એકાએક માતમ જેવો માહોલ છવાઈ ગયો હતો. લગ્ન સમારંભમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા હાલમાં નમૂના લઈ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવેલા ઉંબોરા ગામે આયોજિત એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી દુર્ઘટના સામે આવી છે. લગ્નનું જમણ જમ્યાના થોડા જ સમય બાદ મહેમાનોને અચાનક ઉલ્ટી અને અસહ્ય પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. જોતજોતામાં બીમાર પડનારા લોકોની સંખ્યા 100ને વટાવી ગઈ હતી, જેના કારણે લગ્ન સ્થળ પર ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા તુરંત જ અસરગ્રસ્તોને નજીકની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જ જણાઈ રહ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લગ્નમાં વપરાયેલી ખાદ્ય સામગ્રીની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અધિકારીઓએ રસોઈમાં વપરાયેલા તેલ અને ગોળના સેમ્પલ લીધા છે. ખાસ કરીને 'તિરુપતિ તેલ'ના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. તંત્રનું કહેવું છે કે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે ફૂડ પોઈઝનિંગ પાછળ કયું પરિબળ જવાબદાર હતું.
ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ગામમાં અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ અન્ય વ્યક્તિ બીમાર હોય તો તેને તુરંત સારવાર આપી શકાય. લગ્ન જેવા ખુશીના અવસરમાં બનેલી આ ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
