તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
નર્મદા નદીના પાવન કિનારે નર્મદા–છોટાઉદેપુર જિલ્લા આહીર સમાજનું ઐતિહાસિક ભવ્ય સ્નેહમિલન યોજાયું
૬૦૦થી વધુ સમાજ બંધુઓની ઉપસ્થિતિ વચ્ચે એકતા, સંગઠન, શિક્ષણ અને સમાજ વિકાસનો પ્રેરણાદાયી સંદેશ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા (એકતા નગર) ખાતે નર્મદા નદીના પાવન કિનારે તા. ૨૬/૦૭/૨૦૨૬ના રોજ નર્મદા–છોટાઉદેપુર જિલ્લા આહીર સમાજ દ્વારા સાત વર્ષ બાદ ભવ્ય સ્નેહમિલન–૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે બંને જિલ્લાના ૬૦૦થી વધુ સમાજબંધુઓએ પરિવાર સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય અને યાદગાર સફળતા અપાવી હતી.
કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, અમરેલીના અગ્રણી રાજનેતા અમરીશભાઈ ડેર, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયા તેમજ સમાજના અગ્રણી કપિલભાઈ પીઠિયા સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તથા નર્મદા–છોટાઉદેપુર જિલ્લા આહીર સમાજના પ્રમુખ રાવતભાઈ ફગા, ઉપપ્રમુખ શરમણભાઈ બંધિયા, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખ મહેશભાઈ લાડુમોર મહાનુભાવોના માર્ગદર્શન અને પ્રેરણાદાયી ઉદ્બોધનોએ સમાજને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યો હતો.
નર્મદા નદીના પવિત્ર અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો એક જ મંચ પર એકત્રિત થયા હતા. આ સ્નેહમિલન માત્ર મિલન સમારોહ નહીં, પરંતુ સમાજની એકતા, પરસ્પર સહયોગ, ભાઈચારા અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટેના સંકલ્પનું પ્રતીક બની રહ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજ જાગૃતિનો સંદેશ આપતું નાટક, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત-સંગીત તેમજ વિવિધ મહાનુભાવોના પ્રેરણાદાયી ઉદ્બોધનો યોજાયા હતા. વક્તાઓએ ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન, શિક્ષણનું મહત્વ, સમાજમાં સહકાર અને સંસ્કાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સમર્પણ, ત્યાગ, કન્યા કેળવણી, યુવા શક્તિના સશક્તિકરણ અને સમાજની અખંડ એકતા જેવા વિષયો પર વિશેષ ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના અંતે નર્મદા–છોટાઉદેપુર જિલ્લા આહીર સમાજના પ્રમુખ રાવતભાઈ આહીર દ્વારા કાર્યક્રમને સફળ બનાવનાર તમામ મહેમાનો, ઉપપ્રમુખો, કારોબારી સમિતિના સભ્યો, સમાજના વડીલો, યુવા મિત્રો, માતૃશક્તિ તથા સમસ્ત જ્ઞાતિજનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને અસરકારક સંચાલન ડૉ. રામ બાકુ તથા રાજેશ્રીબહેન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રમુખે જણાવ્યું હતું કે, "સમાજની સાચી શક્તિ એકતા, સહકાર અને વિશ્વાસમાં રહેલી છે. આપ સૌના અમૂલ્ય સહયોગ અને વિશ્વાસથી સ્નેહમિલન–૨૦૨૬ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી શક્યું છે. ભવિષ્યમાં પણ સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન અને સામાજિક સંગઠન માટે સૌનો સાથ અને સહકાર સતત મળતો રહેશે તેવી અપેક્ષા છે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
