<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મિત્રની ૨ વર્ષની માસૂમ બાળકી પર ખુદ નરાધમ મિત્રનું દુષ્‍કર્મ

ભરૂચ જીલ્લામાં હચમચાવી નાંખતી કરૂણ ઘટના : બાળકીની માતાને બળાત્‍કારીની ફોન પર ધમકીઃ મારી સાથે સંબંધ નહીં રાખ તો ખરાબ પરિણામ આવશે

ભરૂચ,તા.૨૪: ભરૂચ જિલ્‍લાના દહેજ પંથકમાં માત્ર ૨ વર્ષ અને ૨ મહિનાની માસૂમ બાળકી પર નરાધમે દુષ્‍કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, ૨૦ વર્ષીય ફરિયાદી મહિલા સાથે તેના પતિના ૩૫ વર્ષીય મિત્ર સુરેન્‍દ્રકુમારે પ્રેમ સંબંધ અને મિત્રતા કેળવવા માટે દબાણ કર્યું હતું. જોકે, પરિણીતાએ સંબંધ રાખવાનો સ્‍પષ્ટ ઇનકાર કરતા આરોપીએ મનમાં રીસ  રાખી મહિલાને ફોન પર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજે તેવી ધમકી આપી હતી.ત્‍યાર બાદ, ફરિયાદી મહિલાની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્‍યારે આરોપી તેનું અપહરણ કરી પોતાના રૂમમાં લઈ ગયો હતો અને બાળકી સાથે તેણે દુષ્‍કર્મ આચર્યું હતું. આ કૃત્‍યના કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હૈયાફાટ રુદન કરતી બાળકી સાથે માતાએ તાત્‍કાલિક દહેજ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા પોલીસ દુષ્‍કર્મ, અપહરણ અને પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ખાસ ઉલ્‍લેખનીય વાત તો એ છે કે આ માસૂમ બાળકીને લઈ તેની ૨૦ વર્ષીય માતા હજી માંડ દોઢ મહિના પહેલા જ તેના વતન મધ્‍યપ્રદેશથી દહેજ ખાતે રહેવા & આવી હતી. દોઢ મહિનામાં જ તેના પર  આભ તૂટી પડયું છે. આરોપી સુરેન્‍દ્રકુમાર ટ્ટ દહેજની કંપનીમાં કોન્‍ટ્રાકટ પર છૂટક મજૂરીનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. આરોપી સુરેન્‍દ્ર અને બાળકીના પિતા બંને મિત્રો છે. તેઓ બંને બાજુ બાજુની ખોલીમાં જ રહે છે.

(1:33 PM IST)