<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ભવ્ય વિજય રેલી યોજાઈ

નવા ચૂંટાયેલા સભ્યો અને આગેવાનોની હાજરીમાં શહેર ભગવા રંગે રંગાયું: 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

નવસારી : ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે આજે નવસારી શહેરમાં ભાજપ દ્વારા એક વિશાળ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નવા ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા.

નવસારી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી નીકળેલી આ વિજય રેલીમાં ભગવા ધ્વજ અને કેસરિયા સાફા સાથે કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. રેલી જે જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય વિજય રેલીને કારણે સમગ્ર નવસારી શહેર જાણે કે ભગવા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

 

રેલીમાં જિલ્લા ભાજપના દિગ્ગજ આગેવાનો અને નવનિર્વાચિત સભ્યોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ આ વિજય બદલ નવસારીની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ જીત વિકાસની રાજનીતિનો વિજય છે. મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

(9:01 PM IST)