તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th November 2026
વડોદરામાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ: મંત્રી મનિષાબેન વકીલે કોંગ્રેસ પર સાધ્યા આકરા પ્રહાર
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે માત્ર સંવિધાનની કોપી લઈને ફરતા લોકો તેમાં શું લખ્યું છે તે જાણતા નથી

વડોદરામાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે વાઘોડિયા રોડ વિસ્તારમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી મનિષાબેન વકીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વર્ષ 2015થી સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવે છે, પરંતુ વર્ષો વીતી જવા છતાં કોંગ્રેસે ક્યારેય આ દિવસ નથી ઉજવ્યો. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે માત્ર સંવિધાનની કોપી લઈને ફરતા લોકો તેમાં શું લખ્યું છે તે જાણતા નથી અને જેઓ સંવિધાન તોડે છે તેઓ જ પુસ્તક લઈને ફરે છે, જેના કારણે યુવાનો હવે કોંગ્રેસ છોડીને ભાજપ તરફ જોડાઈ રહ્યા છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
