તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
રાત્રે 11 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને આગામી ત્રણ કલાક માટે અત્યંત મહત્વનું અને કટોકટીભર્યું એલર્ટ જાહેર

અમદાવાદ : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને આગામી સમય માટે અત્યંત મહત્વનું અને કટોકટીભર્યું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રે 8 થી 11 વાગ્યા સુધીના સમયગાળા માટે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, કડાકા-ભડાકા અને તીવ્ર ગતિના ભારે પવન સાથે તોફાની વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરો ઉપરાંત આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ અને મહિસાગર સહિત મધ્ય તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ તેમજ દક્ષિણ સરહદે આવેલા છોટાઉદેપુર, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
