News of Friday, 27th November 2026
મહીસાગરના વિરાણીયા પાસે પાનમ કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
છેલ્લા 3-4 મહિના પહેલા થયેલા સમારકામની હલકી ગુણવત્તા સામે ખેડૂતોમાં ભારે રોષ

મહીસાગર જિલ્લાના વિરાણીયા અને કાકાના ચમારીયા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. માત્ર 3થી 4 મહિના પહેલા જ આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તે સમયે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં યોગ્ય કામગીરી ન થઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ હલકી ગુણવત્તાના કામ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક તરફ ઓછા વરસાદના કારણે ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેનાલમાં પડેલા ગાબડાએ સમારકામની નબળી ગુણવત્તાની પોલ ખોલી નાખી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
