તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરતના શખ્સ સાથે ટેલીફોનીક સંપર્ક કરી ફોરવ્હીલનો સોદો કરી નકકી કરેલ લાઠીના અડતાળા ગામે વળધ્ધ સાથે ૮ાા લાખની છેતરપીંડી
મુળ આંબરડી હાલ સુરત રહેતા શખ્સે ગાડી ન મોકલી ગુન્હો કર્યાની ફરિયાદ

અમરેલીઃ તા.૧,લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા જીતેન્દ્રસિંહ ભાયાવાળા વાળા ઉ.વ.૬૧ ને ઈનોવા ક્રિસ્ટા ફોરવ્હીલ ગાડી લેવાની હોય. જેથી તેમણે લાઠી તાલુકાના આંબરડી ગામના હાલ સુરત રહેતા પિયુષ દિનેશભાઈ તળાવીયાનો ટેલીફોનીક સંપર્ક કરી ઈનોવો ક્રિસ્ટા મોડલ ૨૦૨૨ નું રૂા. ૧૨,૫૧,૦૦૦ માં સોદો નકકી કરેલ હોય. અને જીતેન્દ્રસિંહે આરોપી પિયુષના એકાઉન્ટમાં અલગ અલગ ઓનલાઈન ટ્રાન્ઝેકશન દ્વારા રૂા.૮, ૫૧,૦૦૦ મોકલતા આરોપીએ જીતેન્દ્રસિંહને ગાડીની ડિલીવરી ન મોકલી છેતરપીડી કરી ગુનો કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બગસરામાં યુવાન ઉપર હુમલો
બગસરા સ્વામીનારાયણ મંદિર પાસે કરણભાઈ મુકેશભાઈ ખાંદલ ઉ.વ.૧૯ તથા જયરાજ કુમારભાઈ વાઘેલા વચ્ચે આજથી આશરે ૬ મહિના પહેલા સામું જોવા પ્રશ્ને બોલાચાલી અને ઝગડો થયેલ હોય.
તેનું મનદુઃખ રાખી જયરા જેતા.૩૦-૭-૨૬ ના જેમફાવે તેમ ગાળો બોલીછરી વડે વાસાનાભાગે તથા ડાબા પગના પોચા ઉપર મારમારી પાંચ ટાંકાની ઈજા કરી ગુનો કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધકકો મારી પછાડી મારમારી ધમકી
લાઠી તાલુકાના ભાલવાવ ગામની સીમમાં દુદાભાઈ મેઘજીભાઈ સોલંકી ઉ.વ.૫૦ તથા તેના કુટુંબી વાડીએ ટ્રેકટર વડે ખેતીકામ કરતા હોય.તે દરમ્યાન ગામના અરવિંદ ટાબજીભાઈ સોલંકી પોતાના હાથમાં ધારીયું લઈ આવી દુદાભાઈ પાસે જઈ રસ્તાની વીસ ફુટની જગ્યા કેમ ન છોડી તેમ કહી દુદાભાઈ તથા તેના કુટુંબીઓને જેમફાવે તેમ બ ગાળો બોલી દુદાભાઈએઘારીયાનો ઘા મારવા જતા તેઓ સાઈડમાં ખસી જતા ધારીયુજમીન ઉપર પડી જતા દુદાભાઈને ઘકકો મારી જમીન ઉપર પછાડી દઈશરીરે ઢીકાપાટું વડે મુંઢમાર મારી અરવિંદ ટાબજીભાઈ,રમેશ ટાબજીભાઈ,ટાબજી મેઘજીભાઈ સોલંકીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.(
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
