તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 21st May 2026
રાજપીપળાના હરસિદ્ધિ મંદિરના પ્રવેશદ્વાર પર આવેલ ફૂલોની દુકાનમાં રાત્રે આગ લાગી
આગ બાદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં આવેલ ફુલની દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિરના પ્રવેશદ્વાર ઉપર આવેલી કેટલીક દુકાનોમાં શ્રીફળ, ફુલ અગરબત્તી જેવી વસ્તુઓનું વેચાણ થાય છે જેમાં એક દુકાનમાં કોઈક કારણોસર આગ ભભૂકી ઊઠતા ત્યાં બેસેલા લોકોમાં નાસભાગ થઈ હતી અને ત્યારબાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે જે દુકાનમાં આગ લાગી એ દુકાનમાં સામાન બળી જતા નુકશાન થયું હતું.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
