<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

નવસારીના ચીખલીના અંબાચ ગામે પિતાએ સગા પુત્રની કરી હત્યા

કૌટુંબિક ઝઘડામાં આવેશમાં આવી પિતાએ યુવાન પુત્રને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો : પુત્રની હત્યા ઉપરાંત પૂર્વ પત્ની અને પોતાના પિતા પર પણ કર્યો જીવલેણ હુમલો

નવસારીના ચીખલીના અંબાચ ગામે પિતાએ સગા પુત્રની કરપીણ હત્યા કરી હતી, કૌટુંબિક ઝઘડામાં આવેશમાં આવી પિતાએ યુવાન પુત્રને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો . પુત્રની હત્યા ઉપરાંત પૂર્વ પત્ની અને પોતાના પિતા પર પણ  જીવલેણ હુમલો કર્યો હતો  ચપ્પુના ઘા વાગતા પૂર્વ પત્ની અને આરોપીના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો . એક મહિના અગાઉ જ પૂર્વ પત્ની અને પુત્ર સાથે ફરી હત્યારો રહેવા આવ્યો હતો.હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતાને ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો . હત્યારા પિતાની ધરપકડ કરી પોલીસે આરોપીને ધકેલ્યો સળિયા પાછળ વધુ તપાસ શરૂ કરી હતી 

(10:06 PM IST)