<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

એ ફેન્‍સી રોડ (આકર્ષક લાકડીઓ) પોલિસ બેટન જેવી સીસમની મધ્‍યમકદની લાકડિયો ચેક કરતા અંદરથી તલવાર, ગુપ્‍તી જેવા ધારદાર હથિયારો નીકળી પડયા

જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જર અને એડિશનલ જયપાલસિંહ રાઠોડની ઉપસ્‍થિતિમાં ઝુંબેશના સૂત્રધાર એવા પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ચેકિંગ દરમિયાન ચોંકી ઉઠયા તેનું આ છે રહસ્‍યઃ સોશ્‍યલ મીડિયાના વાયરલ ન્‍યૂઝની ભીતરી કથા ઓનલાઈન છરીઓ પુરા પડતા પ્રોવાયડરોને કાયદાનો ભંગ ન થાય તેવું સમજાવવાની જવાબદારી જોઇન્‍ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજિયાણના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્‍ચને જવાબદારી સુપરત કરતા સીપી..:૮૦૦થી વધુ હથિયારો સામેથી જમા

રાજકોટ તા.૩: સુરત શહેરના પોલિસ કમિશનર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ વિસ્‍તારોમાંથી આવા લોકોને તેમની પાસે રહેલ ગેરકાયદે હથિયાર જમા કરાવવા, અને પોલિસ કોમ્‍બિંગ દરમિયાન હથિયારો પકડાશે તો ગુન્‍હા દાખલ થવા સાથે જાહેરમાં આગવી ઢબે સરભરા થશે તેવી અપીલના પગલે પોલીસના મિજાજથી પરિચિત માથાભારે શખ્‍સો દ્વારા હજારો હથિયાર જમા  થયેલ તે તર્જ પર અમદાવાદમાં પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન મુજ્‍બ શરુ થયેલ ઝુંબેશમાં  ૮૦૦ થી વધુ હથિયાર જમા થયા છે.

હથિયારનું બારીકાઇથી નિરીક્ષણ કરનાર પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે   જણાવેલ કે સામાન્‍ય લગતી  એક ફેન્‍સી રોડ ( આકર્ષક લાકડી)માં તલવાર છુપાયેલી હોવાનું ખુલ્‍યું, ઉચ્‍ચ પોલિસ આધિકારીઓ હાથમા સિસમની ઉપર ચાંદીની મુઠ જેવી એક પ્રકારની નાની લાકડી જેવું રાખે છે, તે પ્રકારની બેટન સિસમ લાકડાની મધ્‍યમ કદની લાકડીની અંદરથી ધારદાર ગુપ્તિઓ પણી જોઇન્‍ટ સિપી નીરજ બડ ગુજ્જર, સેંક્‍ટર ટુ વડાના માર્ગદર્શન નીચે ચાલતી ઝુંબેશમાં મળી આવેલ છે. રેંબો છરીઓ ઓનલાઈન મંગાવી પુરી પાડતા પ્રોવાયડરોને પણ સીપીની અને જોઇન્‍ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલની સુચના મુજ્‍બ  આ પ્રકારની હરકત ગુન્‍હાહીત હોવાની ચેતવણી ડીસીપી અજિત રાજિયાણની ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ દ્વારા આપવામાં આવી છે

(2:46 PM IST)