<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં નકલી AMC કર્મી બની BSNLના કોપર વાયર ચોરતી હાઇટેક ગેંગનો પર્દાફાશ

આશરે 7 લાખ રૂપિયાના કોપરની ચોરી કરનાર 8 થી વધુ લોકોની આ ગેંગમાંથી વાસણા પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડને રંગેહાથ ઝડપી લીધા

અમદાવાદના વાસણા વિસ્તારમાં AMCના કર્મચારીઓ હોવાની ખોટી ઓળખ આપી BSNLના કોપર વાયરની ચોરી કરતી હાઇટેક ગેંગનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી શંકા ન જાય તે માટે AMCના રેડિયમ જેકેટ પહેરી રોડ પર ટ્રાફિક મેનેજ કરતી હતી અને ક્રેન લાવી ખુલ્લામાં BSNLના ડક્ટ તોડી ચોરીને અંજામ આપતી હતી. આશરે 7 લાખ રૂપિયાના કોપરની ચોરી કરનાર 8 થી વધુ લોકોની આ ગેંગમાંથી વાસણા પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(7:02 PM IST)