<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગી

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો:ડમ્પરનો ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ

વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

(11:50 AM IST)