News of Tuesday, 27th October 2026
ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે તાળવના પાણીનો વિવાદ વકર્યો
પાણીના અભાવે કપાસનો પાક ઉભો બળી જવાની અને 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ધરતીપુત્રોને ભીતિ

ભરૂચના જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામે તાળવના પાણીનો વિવાદ વકર્યો છે.એક બાજુ ગામમાં વરસાદ ઓછો થતાં ખેડૂતો પાક બચાવવા વલખા મારી રહ્યા છે. પાણીના અભાવે કપાસનો પાક ઉભો બળી જવાની અને 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ધરતીપુત્રોને ભીતિ છે.ત્યારે ખેતી બચાવવા માટે ખેડૂતોએ ગામના તળાવમાંથી પાણીનો ઉપયોગ કર્યો.જો કે તળાવનું પાણી અચાનક ખાલી જતા અનેક માછલીઓના મોત થયા છે.જેને પગલે ખેડૂતો અને પંચાયતના સભ્યો આમને સામને આવી ગયા છે..
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
