News of Sunday, 16th August 2026
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ પર આવેલો જર્જરિત ઓવરબ્રિજ અચાનક ધરાશાયી થયો
સદનસીબે મોટી અવરજવર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે પરંતુ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે

ચિતલાવ: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ પર બનેલો ઓવરબ્રિજ વહેલી સવારે કેનાલમાં પાણીનું સ્તર વધવાને કારણે અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સદનસીબે તે સમયે બ્રિજ પર કોઈ વાહન કે નાગરિકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિક ગ્રામજનો દ્વારા એક વર્ષ અગાઉ જ આ બ્રિજની અત્યંત જર્જરિત હાલત અંગે સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા સમયસર કોઈ જ મરામત કે પગલાં લેવામાં આવ્યા ન હતા. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા સભ્ય નાગપાલ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં આ લાપરવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરવામાં આવશે અને નવો બ્રિજ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
