<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશનું આયોજન : અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું શ્રમદાન

રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ 'સ્વચ્છતા હી સેવા'ના મંત્ર સાથે પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવા હાથ ધરાયું વિશેષ સફાઈ અભિયાન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર:સમગ્ર રાજ્યભરમાં ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સ્વચ્છતા અભિયાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવેની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં સક્રિયતાથી ભાગ લઈ સ્વચ્છતા શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે 'સ્વચ્છતા હી સેવા'ના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર એક ઝુંબેશ નથી પરંતુ આપણી દૈનિક કાર્યસંસ્કૃતિનો સહજ હિસ્સો હોવો જોઈએ. લોકભવન પરિસરને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને ઉદાહરણીય શ્રમદાન આપ્યું હતું.

(6:31 PM IST)