<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

અમદાવાદના નહેરુનગર ફાયરિંગ મામલે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ સામે ગુનો નોંધાયો

તેમની પુત્રી, બે દીકરા અને અન્ય સાથ આપનાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

અમદાવાદના નહેરુનગર બસ સ્ટેશન પાછળ આવેલી વિવાદિત જમીન પર ગઈકાલે સાંજે થયેલા ફાયરિંગ કાંડમાં મોટો વળાંક આવ્યો છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમની પુત્રી, બે દીકરા અને અન્ય સાથ આપનાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી પોલીસે પાંચ ખાલી કારતુસ કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

(1:07 AM IST)