<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ઓલપાડના કદરામા નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગી: કાર ભડભડ સળગી ઉઠી

પરિવારના તમામ સભ્યો સમયસર કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ

સુરતઃ કીમ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓલપાડ-કીમ રાજ્ય ધોરીમાર્ગ પર ઓલપાડના કદરામા નજીક કારમાં આગ લાગી હતી. પરિવાર કારમાં સવાર થઈ ઓલપાડથી કીમ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાને પગલે કારમાં સવાર પરિવારજનોમાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે પરિવારના તમામ સભ્યો સમયસર કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

(8:35 PM IST)