તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
દેવમોગરાના જંગલમા છુપાવી રાખેલ ૩.૩૬ લાખના ઇગ્લીશ દારૂ નો પ્રોહી.મુદ્દામાલ પકડી પાડતી સાગબારા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ, જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરી અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવિઝન રાજપીપલા,નાઓના માર્ગદર્શન હેઠળ જે.એમ.લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન અ.હે.કો.મહેન્દ્રભાઇ ચીમનભાઇ બ.નં.૫૬૯ સાગબારા પોલીસ સ્ટેશન નાઓને માહીતી મળેલ કે, આરોપી નરેશભાઇ ફુલસિંગભાઇ વસાવા (રહે.કાનાપાડા (દેવમોગરા) તા.સાગબારા, જી.નર્મદા ) નાઓએ ગોડદા ગામથી કાનાપાડા ગામની સીમમા આવેલ ઝાંડી-ઝાંખરા વાળી જંગલ જમીનની જગ્યામાં ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કરી સંતાડી રાખી પોતે ત્યાં સાચવવા માટે રોકાયેલ છે.જે બાતમી આધારે આ જગ્યાએ રેઇડ કરતા આરોપી નરેશભાઇ ફુલસિંગભાઇ વસાવા (રહે.કાનાપાડા (દેવમોગરા) તા.સાગબારા જી.નર્મદા )નાઓએ સંતાડી રાખેલ ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપીયા- ૩,૩૬,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મુકી પોલીસ પંચોની રેઇડ જોઇ ભાગી જતા આરોપી વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપી :- (૧) નરેશભાઇ ફુલસિંગભાઇ વસાવા રહે.કાનાપાડા ( દેવમોગરા ) તા.સાગબારા જી.નર્મદા
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
