તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ભરૂચના જંબુસર નગરપાલિકાની બેદરકારીના કારણે બાઈક સવાર ખુલ્લી ગટરમાં ખાબક્યો
સદનસીબે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ તંત્રની આ લાપરવાહીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાંથી સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. જંબુસર નગરપાલિકા દ્વારા ડેપો વિસ્તારમાં આવેલી બંધ ગટરને કોઈ કારણોસર ખુલ્લી કરવામાં આવી હતી, પરંતુ તેને યોગ્ય રીતે ઢાંકવામાં ન આવતા એક બાઈક સવાર સીધો ગટરમાં ખાબક્યો હતો. સદનસીબે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ તંત્રની આ લાપરવાહીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
