News of Wednesday, 22nd April 2026
સુરતના કામરેજના નવી પારડી ગામે બાઇક અચાનક રોડના વીજ થાંભલા સાથે અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત
વતન જવાની તૈયારી કરી રહેલા યુવકો માટે આ ખુશીની ક્ષણો પળભરમાં માતમમાં ફેરવાઈ :ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર ત્રણેય યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નવી પારડી ગામે પૂરઝડપે જતી એક બાઇક અચાનક રોડ સાઈડના થાંભલા સાથે અથડાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વતન જવાની તૈયારી કરી રહેલા યુવકો માટે આ ખુશીની ક્ષણો પળભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ અંગે મળતી વિગત મુજબ નવી પારડી ગામેથી પસાર થઈ રહેલી બાઇક પર 3 યુવકો સવાર હતા. બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સીધી વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર ત્રણેય યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં લાલજી કોલ નામના યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાના કારણે આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની તીવ્રતા જોતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
