તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મુદ્દે મોટો ઘટસ્ફોટ અમદાવાદ અને ખેડામાં બંને બ્લાસ્ટ સ્થળના માલિક અને ફેક્ટરીમાં ભાગીદાર એક જ હતો .
સાદિક સૈયદ જ વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ રીતે મોંઘી જમીનો ખરીદતો હોવાથી પોલીસે તેના 'કરીમી ફાર્મ'ને સીલ કર્યું

અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસની દિશા બદલાઈ ગઈ છે.પોલીસે હાથ ધરેલી તપાસમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ગંભીર છે. અમદાવાદમાં બ્લાસ્ટ થયેલી ફટાકડા ફેક્ટરી અને ખેડામાં અગાઉ થયેલા બ્લાસ્ટ કેસનું સીધું 'કનેક્શન' સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, બંને બ્લાસ્ટવાળી જગ્યાના જમીન માલિક સાદિક સૈયદ એક જ છે.
અમદાવાદ પોલીસે મુખ્ય આરોપી સાદિક સૈયદની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે, સાદિક માત્ર જમીનનો માલિક જ નથી, પરંતુ અમદાવાદની આ ફટાકડા ફેક્ટરીમાં તે પોતે પણ ભાગીદાર હતો. સાદિક સૈયદ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાની મોંઘીદાટ જમીનો ખરીદી રહ્યો હતો. તેની આર્થિક સ્થિતિ અને આટલા ટૂંકા ગાળામાં મેળવેલી સંપત્તિ હવે તપાસના દાયરામાં છે.
પોલીસે કાર્યવાહીના ભાગરૂપે સાદિક સૈયદના 'કરીમી ફાર્મ'ને સીલ કરી તેના પર તાળા મારી દીધા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, એક સામાન્ય જમીન માલિક હોવાનો દાવો કરનાર સાદિક પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવતી હતી અને શું આ જમીનોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો? આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા હવે સાદિકના તમામ આર્થિક વ્યવહારો અને જમીનના સોદાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ જમીન માફિયાઓ અને જોખમી ઉત્પાદન એકમો વચ્ચેના ગઠબંધનનો પર્દાફાશ કર્યો છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
