News of Thursday, 7th May 2026
વડોદરાના સયાજી બેગ ઝૂમાં બાળક પર વાનરે કર્યો જીવલેણ હુમલો :સુરતથી ફરવા આવેલા પરિવારનો બાળક આ હુમલાનો ભોગ બન્યો
બાળકને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી: ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો

વડોદરા : સયાજી બાદ ઝૂ માં એક બાળક પર વાનરે જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. સુરતથી ફરવા આવેલા પરિવારનો બાળક આ હુમલાનો ભોગ બન્યો હતો.
મળતી માહિતી મુજબ વાનરે બાળક અને તેની માતા પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે ઝૂમાં સહેલાણીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ઝૂ તંત્ર અને વન વિભાગ હરકતમાં આવ્યા છે અને વાનરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
