તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ભરૂચના વાલિયા પંથકમાં 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ
પોલીસે માસૂમ બાળકીને તુરંત મેડિકલ ચેકઅપ અને સારવાર માટે વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 5 વર્ષની માસૂમ બાળકીને એક અજાણ્યા નરાધમે ચોકલેટની લાલચ આપીને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ગામની સીમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં નરાધમ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાળકીની માતાને ઘટનાની જાણ થતા જ તેમણે તાત્કાલિક વાલિયા પોલીસ મથકે દોડી જઈ હકીકત જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માસૂમ બાળકીને તુરંત મેડિકલ ચેકઅપ અને સારવાર માટે વાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
વાલિયા પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ અને પોકસો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નિર્દોષ બાળકી સાથે થયેલા આ જઘન્ય અપરાધને પગલે ભરૂચ જિલ્લામાં ફિટકારની લાગણી વરસી રહી છે
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
