<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય યુવકનું અચાનક ઢળી પડતાં મોત

ગરબા રમતી વખતે થાક લાગતાં યુવક બેસવા જતો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો: યુવકને અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવવામાં આવી હતી

સુરત: સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય યુવકનું અચાનક ઢળી પડતાં મોત થયું છે. મૃતક યુવક રત્નકલાકાર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ગરબા રમતી વખતે થાક લાગતાં યુવક બેસવા જતો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. યુવકને અગાઉ બાયપાસ સર્જરી પણ કરાવવામાં આવી હતી. ગરબા રમતી વખતે યુવકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટના બાદ તબીબોએ ગરબા રમતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને હૃદય સંબંધિત તકલીફનો ઇતિહાસ ધરાવતા લોકોએ પોતાની શારીરિક ક્ષમતા મુજબ જ કસરત કે ગરબા કરવા અને અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક આરામ કરી તબીબી સલાહ લેવી જોઈએ.

(11:51 AM IST)