<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

પ્રવાસન સ્થળ સાપુતારા નજીક સાંજે ૭ વાગ્યાના સુમારે ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આંચકાનું કેન્દ્રબિંદુ સાપુતારાથી માત્ર ૧૨ કિલોમીટર દૂર અને જમીનમાં ૬ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું

ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા નજીક સાંજે ૭ વાગ્યાના સુમારે ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ આંચકાનું કેન્દ્રબિંદુ સાપુતારાથી માત્ર ૧૨ કિલોમીટર દૂર અને જમીનમાં ૬ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી તીવ્રતાનો આંચકો હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

(9:32 PM IST)