તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th April 2026
હિંમતનગરના હાથરોલ ગામે તળાવમાં માછીમારી કરવા ગયેલા 25 વર્ષીય યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત
માછીમારી કરતી વખતે અચાનક અમ્રતભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા જોકે સાથે રહેલા મિત્રોએ કોઈને જાણ કરવાને બદલે બીજા દિવસે પરિવારને આ અંગે વાકેફ કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામેથી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ગામના તળાવમાં માછીમારી કરવા ગયેલા ચાર મિત્રો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, બનાવ બન્યાના બીજા દિવસે મિત્રો દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી, જેને પગલે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, હાથરોલ ગામનો 25 વર્ષીય યુવાન અમ્રતભાઈ પોપટભાઈ મકવાણા તેના અન્ય ત્રણ મિત્રો સાથે ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. માછીમારી કરતી વખતે અચાનક અમ્રતભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, તેમની સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક કોઈને જાણ કરવાને બદલે બીજા દિવસે પરિવારને આ અંગે વાકેફ કર્યા હતા.
બનાવની જાણ થતા જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ યુવાનની લાશને તળાવમાંથી બહાર કાઢી હતી. બીજી તરફ, ગાંભોઈ પોલીસનો કાફલો પણ તળાવ કિનારે દોડી આવ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
